પાટણ શહેરમાં જીવદયાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે એક કપિરાજની તબિયત બગડતા તે ઊંચા ઝાડ પરથી નીચે પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ, પાટણની ટીમ તાત્કાલિક દોડી પહોંચી હતી. કપિરાજને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. અબોલ જીવો માટે સતત સેવા આપતી ટ્રસ્ટની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. પાટણ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે એક કપિરાજ સ્ટેમિના ઘટી જતા ઊંચા ઝાડ પરથી નીચે પડી ભટકાતી હાલતમાં જોવા મળ્યો હતો. ગાયત્રીબેન રાઠોડ દ્વારા ઘટનાની જાણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ, પાટણના રાજુભાઈ એમ. રાવળ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. ટીમ દ્વારા કપિરાજને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેની સ્થિતિને ધ્યાનમાં રાખી વધુ સારવાર માટે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને અબોલ જીવોની સેવા માટે શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ, પાટણ સતત કાર્યરત છે અને ફરી એકવાર જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.