પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષ પૂર્ણ થતાં વિકાસ યાત્રા અંતર્ગત સરસ્વતી તાલુકામાં કરોડોના માર્ગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે કાતરા ગામે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાતરા ગામે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “વિકાસ યાત્રા” અંતર્ગત વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું . તે અંતર્ગત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાતરા ગામે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કરોડોના માર્ગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકરો, ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોના લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિકાસ સાથે જનભાગીદારીનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાનથી વિકાસ યાત્રાની શરૂઆત વિકાસ યાત્રા અંતર્ગત દિવસની શરૂઆત કાતરા ગામે સ્વચ્છતા અભિયાનથી કરવામાં આવી હતી. સવારે 11 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો, કાર્યકરો અને ભાજપના આગેવાનો દ્વારા જનસહભાગિતાથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ગ્રામ વિકાસમાં લોકોની સહભાગિતાનું મહત્વ સમજાવતું આ અભિયાન ગ્રામજનોમાં સકારાત્મક સંદેશ આપનારું બન્યું હતું. રૂ. 140 લાખના માર્ગ કામનું ખાતમુહૂર્ત ત્યારબાદ વિકાસને વેગ આપતા માર્ગ નિર્માણના મહત્વપૂર્ણ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. કાતરા ગામેથી ખોડાણા તરફ જતો લાંબા સમયથી અધૂરો રહેલો માર્ગ હવે રૂ. 140 લાખના ખર્ચે નિર્માણ પામશે. આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રોડ લાંબા સમયથી ગ્રામજનોની મુખ્ય માંગ રહ્યો હતો. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન કાદવ અને ખરાબ માર્ગને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. માર્ગ તૈયાર થતાં કાતરા અને ખોડાણા વચ્ચેની અવરજવર સરળ અને સુરક્ષિત બનશે તેવી આશા ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રૂ. 210 લાખના નવા માર્ગ નિર્માણને લીલી ઝંડી કાર્યક્રમ દરમિયાન સરાવલીપૂરા (કાલતરા) થી ચમનપુરા (ખોડાણા) સુધીના નવા માર્ગના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. 210 લાખના ખર્ચે બનનારો આ માર્ગ વિસ્તારના પરિવહન અને ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. માર્ગ સુવિધા મજબૂત બનતા ખેડૂતોને ખેતી ઉપજના પરિવહનમાં સરળતા મળશે, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આવનજાવનમાં સહેલાઈ રહેશે તેમજ રોજિંદી મુસાફરી કરતા લોકોને પણ રાહત મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા મજબૂત બનતા વિકાસને નવી દિશા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ : ધારાસભ્ય કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. ગામડાં સુધી માર્ગ, પાણી, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પહોંચે તે માટે સરકાર પ્રાથમિકતા સાથે કામગીરી કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકાસના આ કામો માત્ર રસ્તાઓ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસ માટે મજબૂત આધારરૂપ સાબિત થશે. અમરનાથ મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમ વિકાસ યાત્રા અંતર્ગત સાંજે સિદ્ધપુર ખાતે આવેલા અમરનાથ મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને સામાજિક સમરસતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત આ પ્રસંગે કાતરા ગામના સરપંચશ્રી, મેસર ગામના સરપંચશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, ડેલિગેટ સભ્યો, ભાજપ સંગઠનના આગેવાનો, કાર્યકરો તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક કાર્યકરો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાગડોદ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પણ તૈનાત રહ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સ્થાનિક ગ્રામજનોએ કરોડોના માર્ગ વિકાસ કામોને વિસ્તાર માટે આશીર્વાદરૂપ ગણાવતાં સરકાર અને ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આ માર્ગોનું નિર્માણ પૂર્ણ થતાં ગ્રામ્ય પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે. રિપોટર પ્રવિણભાઈ પંચાલ