પાટણ જીલ્લા સિદ્ધપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૪,૩૯૯ દિવસના સેવા કાર્યકાળ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
પાટણ

પાટણ જીલ્લા સિદ્ધપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૪,૩૯૯ દિવસના સેવા કાર્યકાળ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ABC News 24
schedule 5 min read

ભારતના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૪,૩૯૯ દિવસના અવિરત રાષ્ટ્રસેવા, ગરીબ કલ્યાણ અને સુશાસનના યશસ્વી સફરના અવસરે આજ રોજ સિદ્ધપુર ખાતે માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે શ્રી "અમરનાથ મહાદેવ" મંદિરે દર્શન કર્યા તથા "માતૃગયા તીર્થ બિંદુ સરોવર" ખાતે ભગવાન કપિલ મુનિજીની મહાઆરતી અને પૂજા-અર્ચના કરી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ તથા રાષ્ટ્રસેવાના પવિત્ર કાર્યમાં સતત સફળતા અને નવી ઊર્જા સાથે દેશને વિકાસના નવા શિખરો તરફ દોરી જવા માટે પરમાત્માને પ્રાર્થના કરી. માનનીય પ્રધાનમંત્રીશ્રીના દૃઢ અને જનકલ્યાણલક્ષી નેતૃત્વ હેઠળ ભારત વિકાસ, સુશાસન અને વૈશ્વિક ગૌરવના નવા આયામો સર કરી રહ્યું છે, ત્યારે તેમના યશસ્વી નેતૃત્વને વધુ બળ અને આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, APMC ચેરમેન, પૂર્વ પ્રમુખશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના સદસ્યો, મહિલા મોરચા, યુવા મોરચા, સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અવસરને ગૌરવપૂર્ણ રીતે ઉજવ્યો હતો. રિપોટર પ્રવિણભાઈ પંચાલ

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward