નિરમા સર્કલ પાસે પોલીસનું સઘન વાહન ચેકિંગ, નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી
ભાવનગર

નિરમા સર્કલ પાસે પોલીસનું સઘન વાહન ચેકિંગ, નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી

ABC News 24
schedule 5 min read

નિરમા સર્કલ પાસે પોલીસનું સઘન વાહન ચેકિંગ, નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલા નિરમા સર્કલ પાસે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓએ પસાર થતા બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનોને રોકી તેમના દસ્તાવેજોની તપાસ કરી હતી. વાહનચાલકો પાસેથી ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક, વીમા, પી.યુ.સી. પ્રમાણપત્ર સહિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત વાહનો પર નંબર પ્લેટ નિયમ મુજબ લગાવવામાં આવી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડાત્મક કાર્યવાહી અંગે ચેતવણી આપી હતી. હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટબેલ્ટ ન બાંધવો, ગેરકાયદેસર નંબર પ્લેટનો ઉપયોગ કરવો તેમજ અન્ય નિયમભંગના કિસ્સાઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા ચેકિંગ અભિયાનોનો મુખ્ય હેતુ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાનો, શંકાસ્પદ વાહનો પર નજર રાખવાનો અને માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. પોલીસની આ કામગીરીને કારણે વાહનચાલકોમાં નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ જોવા મળી હતી રિપોટર ફિરોજ સેલોત ભાવનગર

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward