ભાવનગર LCBનો જુગાર પર ₹58 હજારથી વધુ મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા
ટૉપ ન્યૂઝ

ભાવનગર LCBનો જુગાર પર ₹58 હજારથી વધુ મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા

ABC News 24
schedule 5 min read

ભાવનગર શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કરચલીયા પરા વિસ્તારમાં ચાલતા હાથકાંપના જુગાર પર દરોડો પાડી પોલીસે રોકડ સહિત કુલ ₹58,210નો મુદ્દામાલ કબ્જે કરી 6 ઇસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે 5 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ LCBને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેના આધારે LCB ઇન્ચાર્જ PI પી.સી. શીંગરખીયા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં કોળી જ્ઞાતિની વાડી પાછળ આવેલા મકાન બહાર ગંજીપત્તાના પાનાં અને પૈસાથી હાથકાંપનો હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં સ્થળ પરથી 6 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જ્યારે કેટલાક શખ્સો પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓ ઇશ્વરભાઈ નટુભાઈ ચુડાસમા નૌશાદ ઉસ્માનભાઈ શેખ કાનજી ઉર્ફે ગટીયો ભરતભાઈ મેર ભાવેશ ઉર્ફે કાળો રવજીભાઈ મકવાણા મનોજ ઉર્ફે ભીમો સુરેશભાઈ મકવાણા પંકજ લખમણભાઈ ગૌસ્વામી ફરાર આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકાદાદા રમણીકભાઈ ચુડાસમા ગોપાલ ઉર્ફે કુકડી દિલીપભાઈ બારૈયા રોહિત ઉર્ફે પેટ્રોલ ચુડાસમા રોહિત ઉર્ફે ભંભો રાજુભાઈ બારૈયા કિરણ દાસ કબ્જે કરાયેલ મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાનાં, ₹52,710 રોકડ, એક રેકઝીનનું પાથરણું અને બે મોબાઇલ ફોન મળી કુલ ₹58,210નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તપાસ દરમિયાન ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ જુગાર અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી PI પી.સી. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ PSI આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા અને LCB સ્ટાફના સભ્યો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward