પાટણ જિલ્લામાં “પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ” અંતર્ગત સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ
પાટણ

પાટણ જિલ્લામાં “પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ” અંતર્ગત સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

ABC News 24
schedule 5 min read

જિલ્લાના ૯ તાલુકાઓમાં પ્લાસ્ટિક કચરા નિવારણ માટે જનભાગીદારીથી હાથ ધરાયું વિશેષ સફાઈ અભિયાન રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા વિશેષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો, જનપ્રતિનિધિઓ, કર્મયોગીઓ તથા નાગરિકોના સહયોગથી સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ”ના સંકલ્પને સાકાર કરવા માટે તા. ૦૯ જૂન, ૨૦૨૬ના રોજ જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં “પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન ગ્રામ પંચાયતો, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો તથા ગ્રામજનોના સહયોગથી ગામોના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, શાળા પરિસરો, તળાવો, બજાર વિસ્તારો તેમજ રસ્તાઓની બંને બાજુઓમાંથી પ્લાસ્ટિક અને અન્ય બિનજૈવિક કચરાનું સઘન સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણને થતી હાનિ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ એક વખત વપરાશમાં લેવાતા પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત એકત્રિત થયેલા પ્લાસ્ટિક કચરાના વજનની ચોક્કસ નોંધ રાખવામાં આવી હતી અને તેના વૈજ્ઞાનિક તથા પર્યાવરણમૈત્રી નિકાલ માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ અભિયાન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ પણ પહોંચાડવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ માટે સતત સહભાગી બનવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ જીવનશૈલીનો અભિન્ન ભાગ બનવી જોઈએ. જનભાગીદારીના આ પ્રયાસો થકી સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળા પાટણ જિલ્લાના નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward