પાટણ ખાતે જિલ્લા સ્તરીય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળાનું સફળ આયોજન
પાટણ

પાટણ ખાતે જિલ્લા સ્તરીય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળાનું સફળ આયોજન

ABC News 24
schedule 5 min read

પાટણ જિલ્લાના નોડલ આઈ.ટી.આઈ. ખાતે ભારત સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ તા. 08 જૂન, 2026ના રોજ જિલ્લા સ્તરીય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 90 ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે જ 07 પ્રતિષ્ઠિત ઉદ્યોગ એકમોએ વિવિધ ખાલી જગ્યાઓ માટે પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. ઉદ્યોગ એકમો દ્વારા કુલ 133 જગ્યાઓ માટે ઓફર આપવામાં આવી હતી. મેળા દરમિયાન ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 53 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા ઉમેદવારોમાં 35 મહિલા ઉમેદવારોનો સમાવેશ થવો મહિલા સશક્તિકરણની દિશામાં એક નોંધપાત્ર સિદ્ધિ ગણાવી શકાય. ઉપરાંત, 16 ઉમેદવારો સાથે કોન્ટ્રાક્ટ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. "Earn While You Learn"ના સિદ્ધાંતને સાકાર કરતા આ ભરતી મેળાએ યુવાનોને ઉદ્યોગ જગત સાથે સીધા જોડવાનો ઉત્તમ અવસર પૂરો પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉમેદવારો અને કંપનીના પ્રતિનિધિઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા, માર્ગદર્શન તેમજ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં જરૂરી સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ ભરતી મેળો યુવાનોને રોજગારલક્ષી તકો ઉપલબ્ધ કરાવવા તેમજ ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવાના હેતુને સફળતાપૂર્વક સિદ્ધ કરતો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward