હિન્દુ ધર્મના સૌથી પવિત્ર ગણાતી ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જવા માંગતા શ્રદ્ધાળુઓએ પોર્ટલ પર નામ નોંધાવવું ફરજિયાત છે. આ વખતે યાત્રીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્લોટ બુકિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. તંત્ર દ્વારા હેલિકોપ્ટર સેવા માટે પણ એડવાન્સ બુકિંગની સુવિધા આપવામાં આવી છે. યાત્રા દરમિયાન સ્વાસ્થ્યની તપાસ માટે મેડિકલ સર્ટિફિકેટ પણ જરૂરી રહેશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ મુસાફરોને પાસ આપવામાં આવશે. આ વર્ષે રેકોર્ડબ્રેક સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા હોવાથી તંત્ર દ્વારા ચુસ્ત તૈયારીઓ કરવામાં આવી છે.