ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં જૂની અદાવત ફરી એકવાર લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં એક યુવાન પર જીવલેણ હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, યુવાન પોતાના કામકાજ બાદ ઘેર બેઠા હતા ત્યારે ચાર શખ્સો અચાનક તૂટી પડ્યા હતા. આરોપીઓએ કોઈ ચર્ચા કે બોલાચાલી વગર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો શરૂ કરી દેતા યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાના ચીસોચીસ વચ્ચે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મદદ માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં હુમલા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે હુમલાખોરોની ઓળખ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ફિરોજ સેલોત ભાવનગર