ભાવનગર બાપેસરા મોહલ્લા સિપાહી જમાત દ્વારા ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો,
ભાવનગર

ભાવનગર બાપેસરા મોહલ્લા સિપાહી જમાત દ્વારા ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો,

ABC News 24
schedule 5 min read

શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમાજના તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધારવાના હેતુથી ભાવનગરમાં બાપેસરા મોહલ્લા સિપાહી જમાત દ્વારા એક ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ આ ગૌરવશાળી પ્રસંગે આમંત્રિત મહેમાન તરીકે ભાવનગર કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ હાજી મહેબુબભાઈ (ટીણાભાઈ) તથા ચીફ સેક્રેટરી સલીમભાઈ રાધનપુરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કસ્બાના સભ્ય સાકીરભાઇ કુરેશી અને જાવેદભાઈ કુરેશીએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ ઉપરાંત, અન્ય જમાતના પ્રમુખો પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા, જેમાં હાજી મુસ્તફાભાઈ કુરેશી (પ્રમુખ - વરતેજીયાફળી સિપાઈ જમાત)હાજી અલીયારખાન પઠાણ (પ્રમુખ - મહેફીલે મહોબ્બત સિપાહી જમાત)વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે તે માટે રાઈટ વેર સ્કૂલના ડો. સાજીદભાઈ બેલીમ અને શિક્ષક રઈશ ભાઈ કાજીએ હાજર રહીને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. સમાજના લોકપ્રિય કોર્પોરેટર સબાનાબેન ખોખર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ મુસ્લિમ સમાજના જાણીતા આગેવાનો હાજી વાહિદભાઈ ખોખર (BMC) અને સોહીલભાઈ કાજીએ પણ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.વડીલો અને પ્રબુદ્ધ નાગરિકોએ કાર્યક્રમ સફળ બનાવ્યો આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં માત્ર આગેવાનો જ નહીં, પરંતુ બાપેસરા મોહલ્લા સિપાહી જમાતના વડીલો, સ્થાનિક ડોક્ટરો, વકીલો, શિક્ષકો તેમજ અન્ય સરકારી અને બિનસરકારી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ વડીલો અને મિત્રોએ સાથે મળીને આ કાર્યક્રમને શિસ્તબદ્ધ અને ખૂબ જ સફળ બનાવ્યો હતો.જમાતના આ સુંદર અને સરાહનીય પ્રયાસને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા બિરદાવવામાં આવી રહ્યો છે

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward