ભાવનગર-અમદાવાદ હાઇવે પર એલસીબીનો દારૂ પર મોટો પ્રહાર, ₹39.23 લાખનો મુદ્દામાલ ઝડપી પડાયો
ભાવનગર

ભાવનગર-અમદાવાદ હાઇવે પર એલસીબીનો દારૂ પર મોટો પ્રહાર, ₹39.23 લાખનો મુદ્દામાલ ઝડપી પડાયો

ABC News 24
schedule 5 min read

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા અમદાવાદ-ધોલેરા હાઇવે પર અધેલાઇ સર્કલ નજીક મોટી કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કન્ટેનરમાંથી કુલ 12,984 દારૂની બોટલો સહિત અંદાજે ₹39.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને શહેર-ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા સખત સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને તા. 05/06/2026ના રોજ એલસીબીને બાતમી મળી હતી કે અમદાવાદ-ધોલેરા હાઇવે પર અધેલાઇ સર્કલથી ધોલેરા તરફ જવાના રસ્તે આશરે 100 મીટર દૂર એક શંકાસ્પદ બંધ બોડી કન્ટેનર GJ-15-AX-1084 પડેલું છે. બાતમીના આધારે એલસીબી ટીમે સ્થળ પર રેઇડ કરી તપાસ હાથ ધરતા કન્ટેનરમાંથી “ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દિવ ઓનલી” લખેલી કંપની સીલપેક ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે બેગપાઇપર ડીલક્સ વ્હીસ્કી 750 MLની 1,560 બોટલો અને 180 MLની 11,424 બોટલો મળી કુલ 12,984 બોટલો કિંમત ₹24.23 લાખનો જથ્થો કબ્જે કર્યો હતો. ઉપરાંત કન્ટેનર ટ્રક કિંમત ₹15 લાખ તેમજ અન્ય દસ્તાવેજો સહિત કુલ ₹39,23,640નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે વેળાવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કન્ટેનરનો ચાલક હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી આર.એ. વાઢેર તથા એલસીબી સ્ટાફના અનિરૂદ્ધસિંહ ગોહિલ અને એજાજખાન પઠાણ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. રિપોર્ટર ફિરોઝ સેલોત ભાવનગર

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward