ભાવનગર શહેરમાં આજે કોમી એકતા, ભાઈચારો અને માનવસેવાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું હતું. ઘાંચી સમાજના મંત્રી સફીભાઈ એચ. સૈયદ, વાળુકડના ફિરોઝભાઈ પરમાર, કમલેશભાઈ ચંદાણી અને જયેશભાઈ સહિતના સેવાભાવી આગેવાનો દ્વારા માનવતાની મિસાલરૂપ કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું હતું. મૃતકના પરિવારમાં કોઈ નજીકના વાલી-વારસ હાજર ન હોવાથી માત્ર એક ભાઈ જ તેમની સાથે હતા. આવી કપરા સમયે ઉપરોક્ત સેવાભાવી આગેવાનો આગળ આવ્યા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે મૃતકના અંતિમ સંસ્કાર હિન્દુ ધર્મની વિધિ-વિધાન મુજબ સંપૂર્ણ આદર અને સન્માન સાથે કરાવ્યા હતા તેમજ સ્મશાન યાત્રા પણ પૂર્ણ કરી હતી. આ પ્રસંગે સમાજમાં કોમી એકતા, ભાઈચારો અને માનવતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું કે માનવતા કરતાં મોટો કોઈ ધર્મ નથી અને જરૂરિયાતના સમયે એકબીજાની મદદ કરવી એ જ સાચી સેવા છે. રિપોટર ફિરોજ સેલોત ભાવનગર