ભાવનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલી ન પડે તે હેતુથી ટ્રાફિક શાખા દ્વારા અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારી સાહેબ, ભાવનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફિક નિયમન અને કાયદો-વ્યવસ્થા જાળવવા વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. આ અંતર્ગત પાનવાડી ચોકથી સામવેદ કોમ્પલેક્ષ રોડ સુધી ટ્રાફિક શાખા દ્વારા ફોર-વ્હિલર અને ટુ-વ્હિલર ક્રેનની મદદથી અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ 20 ફોર-વ્હિલર વાહનચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી રૂ.10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને જાહેર માર્ગો પર નિયમોનું પાલન કરી વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવા અપીલ કરવામાં આવી છે, જેથી ટ્રાફિક અવરોધ અને અકસ્માતની શક્યતા ઘટે. રિપોર્ટર ફિરોઝ સેલોત ભાવનગર