પાલનપુરમાં નકલી સોનાનો હાર પધરાવી રૂ. 2.20 લાખની ઠગાઈ, બે આરોપી ઝડપાયા
બનાસકાંઠા

પાલનપુરમાં નકલી સોનાનો હાર પધરાવી રૂ. 2.20 લાખની ઠગાઈ, બે આરોપી ઝડપાયા

ABC News 24
schedule 5 min read

પાલનપુરમાં નકલી સોનાનો હાર પધરાવી રૂ. 2.20 લાખની ઠગાઈ, બે આરોપી ઝડપાયા બનાસકાંઠાના પાલનપુર શહેરમાં નકલી સોનું પધરાવી રૂ. 2.20 લાખની ઠગાઈ આચરનાર બે આરોપીઓને પાલનપુર પશ્ચિમ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈની રૂ. 2.20 લાખની સંપૂર્ણ રકમ પણ રિકવર કરી છે.મફાજી નામના વ્યક્તિનો બે અજાણ્યા શખ્સો સાથે સંપર્ક થયો હતો. આરોપીઓએ ખોદકામ દરમિયાન કિંમતી સોનું મળ્યાની વાત કરી અને બજારભાવ કરતાં ખૂબ સસ્તામાં વેચવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે તેમણે પહેલા બે અસલી સોનાના મણકા આપ્યા હતા, જેને તપાસાવતા તે અસલી હોવાનું સામે આવ્યું હતું.આથી વિશ્વાસમાં આવી મફાજીએ પોતાની જીવનભરની બચતમાંથી રૂ. 2.20 લાખ આપી સોનાનો હાર ખરીદ્યો હતો. જોકે બાદમાં તપાસ કરતાં હાર સોનાનો નહીં પરંતુ પિત્તળનો હોવાનું બહાર આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણ થતાં મફાજીએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને આરોપીઓની મોડસ ઓપરેન્ડીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે તેમની પાસેથી ઠગાઈની રૂ. 2.20 લાખની સંપૂર્ણ રકમ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

QUANTUM AI FUTURE TECH INNOVATION