પાટણ તાલુકાના ભલગામમાં ઘાયલ કપિરાજનું સફળ રેસ્ક્યુ, વન વિભાગ અને અબોલ જીવ સેવા ટ્રસ્ટની કામગીરી
અજબ ગજબ

પાટણ તાલુકાના ભલગામમાં ઘાયલ કપિરાજનું સફળ રેસ્ક્યુ, વન વિભાગ અને અબોલ જીવ સેવા ટ્રસ્ટની કામગીરી

ABC News 24
schedule 5 min read

પાટણ તાલુકાના ભલગામમાં ઘાયલ કપિરાજનું સફળ રેસ્ક્યુ, વન વિભાગ અને અબોલ જીવ સેવા ટ્રસ્ટની કામગીરી પાટણ તાલુકાના ભલગામ ગામે એક કપિરાજ (વાંદરો)ને સ્વાન દ્વારા ઘાયલ કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ એક રાહદારીએ ફોરેસ્ટર વર્ષાબેનને ફોન દ્વારા કરી હતી. ત્યારબાદ વર્ષાબેને તાત્કાલિક શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ ના રાજુભાઈ એમ. રાવળને માહિતી આપી હતી. માહિતી મળતાં જ રાજુભાઈ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને ઘાયલ કપિરાજને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ પાટણ વન વિભાગ દ્વારા ઘાયલ કપિરાજનું રેસ્ક્યુ કરી સારવાર માટે રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યું હતું.મહામુસીબતે કપિરાજને તેના ટોળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરાતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. હાલ કપિરાજની સારવાર હેઠળ દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward