ઊંઝા ખાતે આંગણવાડી કાર્યકર બહેનોને આધારશિલા તાલીમ અપાઈ
મારું શહેર

ઊંઝા ખાતે આંગણવાડી કાર્યકર બહેનોને આધારશિલા તાલીમ અપાઈ

ABC News 24
schedule 5 min read

ઉંઝા... મહેસાણા જિલ્લાના ઘટક ઊંઝા ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે “આધારશિલા” અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ કાર્યકર બહેનોને પ્રાથમિક શિક્ષણ,બાળ વિકાસ, પોષણ અને મહિલાઓ તેમજ બાળકો માટેની સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બહેનોએ ઉત્સાહભેર તાલીમમાં ભાગ લીધો અને મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનોએ હાજરી આપી તાલીમ મેળવી હતી.”આ તાલીમ કાર્યક્રમમાં ઇન્ચાર્જ CDPO વિજયભાઈના માર્ગદર્શન હેઠળ બ્લોક કોર્ડિનેટર તેજસભાઈ, MS મિત્તિકાબેન, MS નુસરતબેન, NNM આશાબેન, PSE સુનિતાબેન તેમજ ઓફિસ સ્ટાફ હાજર રહ્યા હતા.તાલીમ દરમિયાન કાર્યકર બહેનોને વિવિધ વિષયો પર વિગતવાર અને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કામગીરીને વધુ અસરકારક રીતે કેવી રીતે અમલમાં મૂકવી તે અંગે જરૂરી સૂચનો અને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં હાજર કાર્યકર બહેનોએ તાલીમને ઉપયોગી અને માર્ગદર્શક ગણાવી હતી.

QUANTUM AI FUTURE TECH INNOVATION